RajDangar's Blog

સ્વાગત છે આપનું, ઉઘાડી આંખે જોવાતા સ્વપન ની દુનિયા માં………

વિરહ ની વેદના…. 17/02/2011

Filed under: વિરહ ની વેદના.... — rajdangar @ 8:53 એ એમ (am)

પ્રિયે,

મારા મગજ માં થી તારા વિચારો ને દુર કરવાનો મે પ્રયાસ કર્યો પરંતુ હું તેમા સફળ ન થઇ શક્યો.તારા વિચારો માંજ એક કલાક માં આવેલ ૩૦ ઇ-મેલ વાચ્યાં વગર ના રહી ગયા હતા. વિચાર માત્ર તારી અને મારી વચ્ચે ની દુરી ના હતા.કોઇ કહેછે ને કે માણસ મરે ત્યારે તેની સાથેજ તેની ઝંખના ઓ જાતી હોઇ છે. પણ જીવતા માણસ ની ઝંખનાઓ નું શું ?

જો આજે હું તારા સાંનિધ્યમાં હોત તો મે તને પ્રેમના રંગે અને હૈયાના ઉમંગે રંગી નાખી હોત પણ તું આજે મારાથી દુ….ર છે અને મને તારો પ્રથમ સ્પર્શ, પ્રથમ રોમાંસ અને દિલ વિંધીને કશુંક આરપાર નીકળી ગયાની ઘટના સતાવી રહી છે ! વધુમાં તે આપેલા પરફ્યુમની ખુશ્બુ તારી યાદની તીવ્રતાને બહેકાવી રહી છે ! ખબર જ નથી પડતી કે આ ઝુરાપાને, આ તલસાટને શું નામ આપું. સાચે જ કશુંક ગુમાવીને જીવતો હોઉ તેવું લાગે છે. કોઇક કવિની પંક્તિ અહીં લખવાનું મન થાય છે….

Waqt Guzarta Raha Par Sanse Thami Si Thi,
Muskra Rahe The Hum, Par Ankho Mein Namisi Thi,
Sath Hamare Ye Jahan Tha Sara,
Par Na Jane Kyun Kisi Ki Kami Si Thi….

અચાનક મારા મોબાઇલ માં ફોન આવતા મારે ઓફીસ થી નિકળવાનું થયું.

લી…….રાજ ડાંગર (વડોદરા)
તા – ૧૭/૦૨/૨૦૧૧.

Advertisements
 

પ્રેમનું પ્રશ્નપત્ર……..

Filed under: પ્રેમનું પ્રશ્નપત્ર — rajdangar @ 7:46 એ એમ (am)

દરેક સાજન માટે આ ‘પ્રેમનું પ્રશ્નપત્ર’ કઢાયું છે.  બધા સવાલ સવા લાખના છે. જવાબ જેવા તેવા નહીં ચાલે ! સજની સ્વયમ પ્રેમનું પ્રશ્નપત્ર તપાસી જોશે ! પાસ થવાનું થોડુંક અઘરું છે. દરેક પ્રશ્નની સાથે પરિક્ષકે ઉદહરણ રૂપે (દા. ત. ) એક જવાબ મુક્યો છે. તમારો જવાબ તમે જાણો !!

 

 

 

 • ખુબ જ ઓછા સમયમાં તમારી પ્રિયતમા તમારા હદય , મન, ઘર અને કુટુંબ પર છવાઇ જાય, બધે જ એની વાહ વાહ થઇ જાય તો તમે એને ઘણા ઓછા શબ્દોમાં કઇ રીતે બીરદાવો ? ?
 • દા. ત.  આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ, જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ !
 • કોઇની પાછળ તમે દિવાના થઇ ગયા છો એની પ્રતિતિ કરાવવા તમે એ પ્રિય પાત્રને શું કહેશો ? “ મારા સોગંધ” કે “તારા સોગંધ બસ”  ના- ના એવું તો નહીં ચાલે. આનાથી આગળ શું કહેવાય ?
 • દા. ત. દેખતી આંખો છતાંય તમારી પાછળ થઇ ગયો છું અંધ, માનો તો ઠીક છે નહીં તો તમારા રૂપના સોગંધ !!
 • પ્રિયતમાના રૂપના વખાણ કરતાં તમને આવડે છે ? કાચની પુતળી કે ચાંદના ટુકડાથી આગળ તમે શું વિચાર્યું છે ?
 • દા. ત.  તને સહેજ અમથી મેં બહાર બોલાવી, અને ફૂલો હસી પડયાં જાણે કે બહાર આવી !
 • પ્રિય પાત્રના સુંદર દાંતના વખાણ કઇ રીતે કરશો ?  ‘દાડમની કળી જેવા તારા દાંત’થી આગળ ક્યારેય વધ્યા છો ખરા ??
 • દા. ત.  અમે શું ગાઇએ તમારા દાંતના ગાણા, એ જોઇને જ ઇશ્વરે બનાવ્યા છે દાડમના દાણા !
 • અંધોના નગરમાં અરીસા અને ટાલીયાઓના શહેરમાં કાંસકાની શું કિંમત ? અપાર સૌંદર્યનો ખજાનો પણ તેના કદરદાનને ઝંખે છે. પણ સૌંદર્યને નિરખીને પોતાની આંખોને ઠારતા કદરદાનોને દુનિયાના લોકો શું કહે છે ? લખો એ કદરદાનાના શબ્દોમાં !
 • દા. ત.   આ લોકો સૌંદર્ય માટે બે શબ્દો ય કયાં કહે છે, અને અમે કરીએ કદર તો લોકો કહે કે ઝાંખે છે !!
 • જવાનીના નશામાં પ્રેમની બજારમાં ભલે સારા ઠેકાણે પણ સસ્તામાં વેચાઇ ગયાની નઠારી વાત કરી પ્રિયતમાને ચીડવી શકાય ખરી . પણ આવી નઠારી વાતને મઠારીને કરવી શી રીતે ??
 • દા. ત.  હું ભુલમાં જ તમારી કસમ ખાઇ ગયો છું, હું સાવ સસ્તામાં વેચાઇ ગયો છું !!
 • હું તારા ભરોસે છું. તારા પર કરેલા ભરોસે તો મારું જીવન ટકેલું છે ! આ વાતને પ્રિયજનને વધારે અસરકારક રીતે વ્યક્ત કરવી હોય તો શું કહેવાય ?
 • દા. ત. માત્ર તારો જ વિશ્વાસ લઇને જીવું છું,હું ઉછીના શ્વાસ લઇને જીવું છું !
 • પ્રિયપાત્ર જ્યારે પોતાનાથી થોડાક કે ઘણા દિવસો માટે દુર જઇ રહ્યું હોય એ પળ, એ ક્ષણ અતિ કઠીન હોય છે. દિલને દિલાસો આપવા ખાતર શું અરજ કરી શકાય ?
 • દા. ત.  શક્ય હોય તો તારો પડછાયો તું મુકીને જા, તડકો પડે છે ખુબ એક છાંયો તું મુકીને જા.
 • પ્રિયતમા પર હદ ઉપરાંતનો પ્રેમ ઉભરાઇ આવે અને પેલા ફિલ્મી ગીત “કહાં સે કરું મેં પ્યાર શરૂ” જેવી હાલત થાય ત્યારે તમારા મનમાં કેવી ગડમથલ થાય ? ?
 • દા. ત. એવી દ્વીધા મારા મનમાં સતત સાલે સનમ, તને પાનીએ ચુમુ કે ચુમુ ગાલે સનમ !

 • કોઇના દિલમાં થોડીક જગ્યા મેળવવા મથતો પ્રેમી તેની નાદાન- નાસમજ પ્રેમીકાને આ વાત શી રીતે સમજાવે ?
 • દા. ત.  હું રોજ રોજ તમારી જ ખોજમાં રહું છું, તમે જેને તમારૂં દિલ કહો છો તેને હું મારી મંજીલ કહું છું!

લેખક – સુરેશ લાલણ

સંપાદક – રાજ ડાંગર (વડોદરા)

 

વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ ……. 08/02/2011

કહેવાય છે કે, બ્રહ્માએ વિષ્ણુની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાંય માનવીની રચના કર્યા પછી જ્યારે બ્રહ્માએ પોતાના સર્જનને જોયું ત્યારે તેમને લાગ્યું કે કંઈક ખામી રહી ગઈ છે. જેના લીધે ચારેય તરફ મૌન-મૌન લાગે છે. વિષ્ણુ ભગવાન પાસેથી અનુમતિ મેળવી તેમને ચતુર્ભુજી સ્ત્રીની રચના કરી જેના એક હાથમાં વીણા અને બીજો હાથ વર મુદ્રામાં હતો. બીજા બે હાથમાં પુસ્તક અને એક માળા હતી.

 

બ્રહ્માએ દેવીને વીણા વગાડવાનો અનુરોધ કર્યો. દેવીએ જેવી વીણા વગાડવાનું શરૂ કર્યું, વીણીના મધુર નાદ(અવાજ)થી સંસારના બધા જ જીવ-જંતુઓને વાણી પ્રાપ્ત થઈ ગઈ. જલધારામાં ચેતના આવી ગઈ. પવન ચાલવામાં સરસરાહટ થવા લાગી. ત્યારે બ્રહ્માએ આ દેવીને વાણીની “દેવી સરસ્વતી” એવું નામ આપ્યું.

 

સરસ્વતીને ભગવતી, શારદા, વીણાવાદીની અને વાગ્દેવી સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આ દેવી વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરનાર છે. સંગીતની ઉત્પત્તિ કરવાને લીધે તેને સંગીતની દેવી પણ કહેવાય છે. વસંત પંચમીના દિવસે તેનો જન્મોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. ઋગ્વેદમાં ભગવતી સરસ્વતીનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની સમૃદ્ધિ અને સ્વરૂપનો વૈભવ અદભૂત છે. પુરાણો પ્રમાણે શ્રીકૃષ્ણએ સરસ્વતીથી ખુશ થઈ વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તમારી પણ આરાધના કરવામાં આવશે. વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીનો જન્મદિવસ માનવામાં આવે છે એટલે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.