RajDangar's Blog

સ્વાગત છે આપનું, ઉઘાડી આંખે જોવાતા સ્વપન ની દુનિયા માં………

આ કોણ આવ્યું છે ! 13/04/2010

Filed under: આ કોણ આવ્યું છે ! — rajdangar @ 6:02 એ એમ (am)

આ કોણ આવ્યું છે !
કે તને જોવા કરતા તેણી ને જોવાનુ મન થાય.

આ કોણ આવ્યું છે !
કે તારી સાથે વાત કરવા કરતા તેણી સાથે વાત કરવાનુ મન થાય.

આ કોણ આવ્યું છે !
કે હું જોવ તને અને તારા માંજ મને તેણી ની અનુભુતી થાય.

આ કોણ આવ્યું છે !
કે તારા પ્રેમના ભંડાર માંથી તેણી ભાગ પડાવી જાય.

અરે ! તું ચિંનતા છોડ આ બિજુ કોઇ નહી ,
મારા તકદિર ની ચાવી અને તારી વ્હાલી દિકરી બીજુ કોઇ નહી.

(આ રચના પત્ની અને પુત્રી ને સબોંધવામાં આવી છે.)

– રાજ ડાંગર
તા – ૧૮/૦૧/૨૦૧૦
મો – ૦૯૦૯૯૦૭૯૯૯૯

Advertisements