RajDangar's Blog

સ્વાગત છે આપનું, ઉઘાડી આંખે જોવાતા સ્વપન ની દુનિયા માં………

એક રમ્ય રાત્રે તું અને હું…. 13/04/2010

Filed under: એક રમ્ય રાત્રે તું અને હું.... — rajdangar @ 5:47 એ એમ (am)

એક રમ્ય રાત્રે તું અને હું,
સાગર કિનારે બેઠા હતા.

હું ઘડીક આકાશ માં જોતો અને ઘડીક તારી સામે ,
બંન્ને ની વચ્ચે એક્જ લાગ્યુ કોમન,
એક તારી આખોં અને એક આકાશ નો તારો.

એક રમ્ય રાત્રે તું અને હું,
સાગર કિનારે બેઠા હતા.

મંદ મંદ શિતળ પવને જ્યારે તને સ્પર્શ ક્ર્યો,
ત્યારે તારા વાળમાથી વેહ્તી સુંગધે મને મસ્ત ક્ર્યો.

એક રમ્ય રાત્રે તું અને હું,
સાગર કિનારે બેઠા હતા.

તારા વાળ ની સુંગધની મસ્તી માં,મારે સ્વાસ્ લેવાનું ભુલાઇ ગયુ,
તે જ્યાં મુક્યો હાથ દિલ પર ,હદય મારું બમણૂ ધડકતુ થયુ.

એક રમ્ય રાત્રે તું અને હું,
સાગર કિનારે બેઠા હતા.

– રાજ ડાંગર,વડોદરા
– ૦૯૦૯૯૦૭૯૯૯૯
તા – ૧૨/૦૧/૨૦૧૦