RajDangar's Blog

સ્વાગત છે આપનું, ઉઘાડી આંખે જોવાતા સ્વપન ની દુનિયા માં………

પૃર્વ પ્રેમી નો પત્ર…. 15/04/2010

Filed under: પૃર્વ પ્રેમી નો પત્ર.... — rajdangar @ 6:16 એ એમ (am)

ડીયર સવિતા….

તે મને ડોઠ વર્ષ સુધી પ્રેમ કર્યો એટલે તારો આભાર.મને આશા છે કે આ પત્ર મળીયા સુધી માં તે બીજા પ્રેમી ની પસંદ કરી લીધો હશે.અને તેની સાથે ડેટીગ પર પણ જતી હશે.દરેક પ્રેંમીને ખુબજ સ્ટ્રગલ કરવૂ પડે છે.હું પણ ખુબજ સ્ટ્રગલ કરુ છું,પ્રેમ ના ઠાઇ અક્ષર બહુજ મુશ્કીલ થી સમજાય છે. મે પણ તારી સાથે બ્રેકઅપ પછી મારાજ વિસ્તાર ની શીલા પર લગર નાખવાનું કામ ચાલુ કરી દિધુ છે.પ્રેમ નો અને તેણી સાથે સબંધ નો આ મારો ચોથો મોકો છે.આ બધાંજ પ્રયત્નો એ મને ઘણુ બધું શિખવ્યું છે. સવિતા તું તો જાણે છે કે પ્રેમ ના શરુઆત ના દિવસો માં પ્રેમપત્રો લખવા પડે છે.તને તો ખબર તો છે કે મેં તને કેટલા પ્રેમપત્રો લખ્યા છે.અને તારી પેલા ના બંન્ને લફ્ડા માં પણ મારે લેટરબાજી કરવી પડી હતી,બહુજ લફડા છે આ પ્રેમ માર્ગ પર એટલા માટે તું મારા બધાંજ પ્રેમપત્રો પાછા આપી દેજે જેથી એ બધાંજ પ્રેમપત્રો પર વાઇટ વોશ મારી ને તારા નામની જ્ગ્યાએ શીલા લખીને હું તે પ્રેમપત્રો નો ફરીથી ઉપયોગ કરી શકું.આથી મારી મહેનત બચી જશે.તો પ્લીજ તું મારા પ્રેમપત્રો પાછાં આપી દેજે કેમ કે તેની ઝેરોક્ષ પણ મારી પાસે નથી.

સવિતા, તું મને મારો એ ફોટો પણ પાછો આપી દેજે, કારણ કે તને તો ખબર છે કે એજ એક માત્ર ફોટા છે જેમાં હું કાંઇક ઠિક-ઠાક દેખાવ છું.એ ફોટો મારો પેલા પ્રેમ વખત નો ફોટો છે એટલે એ ફોટો મારા માટે ખુબજ કિંમતી ફોટો છે.તો તુ મને એ પ્રેમપત્રો સાથે એ મારો ફોટો પણ મોકલી આપજે, જેથી હું તે ફોટો શીલા ને મોકલી શકું.

અને હાં,આપણા ડોઠ વર્ષ ના પ્રેમ દરમિયાન મારા દ્દ્રારા જે ખર્ચો થયો છે તેનો હિસાબ પણ મોકલુ છો મને આશા છે કે તુ જલ્દી થી આ બધોજ ખર્ચો મને પાછો આપી દઈશ જેથી મારા સાઇડ થી તને તારા નવા પ્રેમી માટે એનોસી મળી શકે અને હું તે પૈસા નો ઉપયોગ મારી નવી પ્રેમીકા માટે કરી શકું, હિસાબ આ પ્રકારે છે – પાણીપુરી ૧૭૦૦ રુપિયા,કોલ્ડ્રીક્સ ૨૪૩૦ રુપિયા,જ્યુસ ૫૪૦૦ રુપિયા,ફિલ્મ ૧૮૦૦ રુપિયા, નેટ ચેટ ૨૧૩૦ રુપિયા,મોબાઇલ બિલ ૯૦૦૦ રુપિયા,પેટ્રોલ ૬૪૫૦ રુપિયા,ગિફ્ટ ૯૮૮૦ રુપિયા, ટૉટ્લ ખર્ચ રુપિયા ૩૮૭૯૦ (અંકે આડ્ત્રીસ હજાર સાતસો નેવું).

મહેરબાની કરીને આ રુપિયા જલ્દી થી મોકલાવજે જેથી આવેલ રુપિયા ને હું મારી શીલા ના પ્રેમ માં કુરબાન કરી શકું અને જો તારી પાસે મારા દ્દ્રારા દિધેલ ગિફટ પડ્યા હોઇ તો તેને હું અડ્ધી કિંમતે ખરીદવા તૈયાર છું, તો તું તેનો હિસાબ કરી ને મારા મુળ ખર્ચ માંથી બાદ કરી ને મને મારી જુની ગિફ્ટો પણ પાછી મોકલી આપજે.અને હું આ પત્ર સાથે તારા મને મોકલેલા ૫ કિલો અને ૩૦૦ ગ્રામ વજન ના પ્રેમ પત્રો પણ મોકલાવું છું. જેથી તારે પણ નવા પ્રેમપત્રો લખવાની જાહેમત ના ઉઠાવવી પડે અને તારો જે સુંદર ફોટો જે મારી પાસે છે તે પણ તને પાછો મોકલાવું છું જેથી તું તે ફોટો તારા નવા પ્રેમી હિરાલાલ ને આપી શકે.તુ પણ તારો કાંઇ પણ હિસાબ હોઇ તો મને કંઇ દેજે, આમ તો તારો કાંઇ પણ ખર્ચ ન હોઇ શકે કારણ કે તું હંમેશા તારું પર્સ જો ભુલી જતી હતી !પ્રેમ માં હંમેશા છોકરા નાં જ ખિચ્ચા કેમ ખાલી થતા હશે ? અરે છોડો હવે જુના પ્રેમ પર શાનો શોક ,જ્યારે નવો પ્રેમ આવી ગયો હોય. મને આશા છે કે તું મારો હિસાબ જ્લ્દી થી ક્લીયર કરી દઈશ અને આના દ્દ્રારા મને નવાં પ્રેમ માં કુદવા માટે હિમંત મળશે.તને તારો આ સાતમો પ્રેમ મુબારક.તુમ્હારા છઠ્ઠા પ્રેમી મોતી.

લેખક – રામવિલાસ જાંગિડ

અનુવાદ- રાજ ડાંગર (વડોદરા)

Advertisements